QR-kod
Profilbild för Darshana Bhatt

Darshana Bhatt

પરિચય --------- દર્શના ભટ્ટ વતન ભાવનગર .અર્થશાસ્ત્ર સાથે એમ.એ તથા ઈંગ્લીશ,ગુજરાતી સાથે બી.એડ કર્યું. ભાવનગરની અંગ્રેજી માધ્યમની " ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કુલ " માં એકત્રીસ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ગુજરાતી શીખવતા હું જ તેમની પાસેથી ઘણું શીખી.નિવૃત્તિ પછી પ્રવૃત્ત રહેવા માટે પડોશી સંસ્થા સ્વામી નારાયણ ગુરુકુળમાં ઉચ્ચતર માધ્યમિકમાં સંચાલન કાર્ય સંભાળ્યું. બંને પુત્રો નોર્થ અમેરિકામાં સ્થાયી થતાં,અગિયાર વર્ષની આવન જાવનથી ત્રાસ પામી,છેવટે એન.આર.આઈ બનવું પડ્યું.મને ઓળખાતા મારા વિદ્યાર્થી મિત્રો અને અન્ય મિત્રો મને જયારે પૂછે કે ત્યાં શું પ્રવૃત્તિ કરો છો ત્યારે "ઘરમાં શાંતિ થી રહેતા શીખું છું " એવા મારા જવાબને સાચો માનતા નથી. લેખન,વાચન,ગીત,સંગીત,આકાશ દર્શન,ઈતિહાસ અને રાજકારણ મારા રસના વિષયો છે. અત્યારે ફીલાડેલ્ફીયામાં પુત્ર, પુત્રવધુ અને તેમની બે પુત્રીઓ સાથે આનંદથી સમય વિતાવું છું.