QR-kod
Profilbild för Arti soni રુહાના

Arti soni રુહાના

નામ : *આરતીસોની* *"રુહાના"* તખલ્લુસ સરનામું : બોપલ, અમદાવાદ અભ્યાસ : ડિપ્લોમા ઈન હોમસાયન્સ લેખન : ગદ્ય, પદ્ય . ગૃહિણી બની જીવનને બત્રીસ વર્ષ સુધી મઠાળતી રહી.. અને તેત્રીસમાં વર્ષે જીવનમાં વળાંક આવ્યો.. સોની હોવાના નાતે લોહીમાં જ સોનું ફરતું હતું ને મને જવેલરીનો બિઝનેસ કરવાની તક સાંપડી જે મારા પપ્પાને સહારે શૉરૂમ ચાલુ કર્યો "આરતી જ્વેલરી" અને મને ખૂબ સફળતાઓ મળતી ગઈ.. ખૂબ નામનાઓ મેળવી... અત્યારે મારા પપ્પા હાજર નથી પણ એમના આશિર્વાદ મને હંમેશા રહ્યાં છે.. અને દસ વર્ષે પાછો નવો વળાંક આવ્યો .. નાનપણથી લખવાનો શોખ તો હતોજ. સાહિત્યના સાનિધ્યમાં એક નવો જ મારો જન્મ થયો... અને કલમને સહારે ડગ માંડતી હું અત્યારે ટૂંકી વાર્તાઓ, છંદમાં ગઝલો, માઈક્રોફિક્શન લખી રહી છું..